Wednesday, 19 July 2017

ગઝલ

જ્યાં સુધી આ જીવ અંદર શ્વાસ છે
તારા ઉપર ત્યાં સુધી વિશ્વાસ છે,

જ્યાં નજર તારી કદીએ ના પડી,
એ જ જગ્યાએ પ્રભુનો વાસ છે.

દિલમાંથી યાદ તારી કાઢવા,
આંખમાં વરસાદ બારેમાસ છે.

માર્ક ઓછા આવવાથી એ મર્યો,
એ હજું જીવે છે જે નાપાસ છે.

- વિપુલ અમરાવ

No comments:

Post a Comment