હાથમાંથી લગામ છોડી છે,
ઝંખના વાયુવેગે દોડી છે;
રોજ મારામાં કૈક ખોડાતું !
આ ક્ષણો જાણે કે હથોડી છે;
છેક મઝધારે જાણ થઇ એની,
તળિયેથી તૂટેલ હોડી છે!
જે સતત આપતા'તા સધિયારો,
એમની પણ દશા કફોડી છે;
અર્થ મારા કથનનો એ નહોતો!
વાતને એમણે મરોડી છે;
જિંદગીભરનો એ સહારો છે;
આ ગઝલ મારી કાંખ-ઘોડી છે.
- હિમલ પંડ્યા
No comments:
Post a Comment