આયના એ નોંધ્યુ છે આજ કંઈક મારામાં
હા,છે ખાસ કરતા પણ ખાસ કંઇક મારામાં
મૂર્તિમાં જો શોધીને થાકી બહુ જવાયું છે
થોડો કર હવે ઈશ્વર વાસ કંઇક મારામાં
તારી જેમ મારાથી રૂક્ષ નૈ થવાય જો
હા, ભિનાશ બાકી તું રાખ કંઇક મારામાં
જીવુછું હું,માની મેં લીધું એવું કારણકે
આય જાય છે કરતો શ્વાસ કંઇક મારામાં
કયાં ઉઠાવવો કોનો ફાયદો નથી જાણ્યું
હોત છાંટો સમજણ નો કાશ કંઈક મારામાં
એવું કંઇ સમજના હું ભાંગી જઈશ દુઃખોમાં
જીવવાની બાકી છે આશ કંઈક મારામાં
પૂર્વી બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment