Friday, 21 July 2017

અછાંદ

થંભીજા ઓ મેઘા
દરિયાની રેતીમાં
સાજનનું નામ લખી લઉં
રોકાઈજા થોડો તો ....
કિનારે બેસી,
બે મીઠી વાત કરી લઉં.
ઝરમર ઝરમર વરસે છે
પ્રેમ તેનો,
ભીંજાય છે મ્હાયલો મારો,
મંદ મંદ મુશકાઈ
લાગણીઓના મોજા,
તરબતર ને લથબથ થાઉં ,
એટલો એને મહેસુસ કરી લઉં,
મીલોની દૂરી છે છતાં....
તેનાં સ્પર્શનો આનંદ માણી લઉં,

કાજલ કાંજિયા "ફિઝા"
21/7/2017

No comments:

Post a Comment