Saturday, 29 July 2017

ગઝલ

વરસી રહેલા વાદળો થોડી ખમ્મા કરે,
છુટા પડેલા તીનકા પંખી જમા કરે.

સામા પ્રવાહે ઢાળવું અઘરું  ઘણું છતાં,
મનની તરંગે દોરતી આશા ખતા કરે.

પીડા વધારી આપતા તત્વો નકારવા,
કારણ જડે તો રોગની સાચી દવા કરે.

આપે સદાની રાહતો લાંબી ઉમર તણી,
એવા દિવસો ભાગમાં આવે ખુદા કરે.

લડતા થયેલા જાતને જોડી જહાલતે,
વિધ્યા ભરેલા જ્ઞાનના તેજે લડ્યા  કરે.

સૌની નજરમાં જાતને ગમતા થવા મથે,
ગુણો નગુણો માપતી દ્રષ્ટિ અદા કરે.

રાખે હ્રદયને તાણમાં માસૂમ જગત રસમ,
આવી ચડેલા જીવને ખોટી સજા કરે.

              માસૂમ મોડાસવી

No comments:

Post a Comment