Monday, 17 July 2017

ગઝલ

યાદ કપૂરી અજવાળું
ભીતર શું છે સુંવાળું?

તરસ વધી છે શમણાંની,
આંખો થઈ ગઈ પણિયારું

જ્યોત હજી તો પ્રગટી છે,
કયાંથી નીકળે અંધારું

ગઝલ બનીને વરસો તો,
આખે આખા શણગારું

ખાલીપાના જંગલમાં,
મૌન વહે છે મજિયારું

શ્વાસોમા લોબાન ભરી,
આવો ભીતર બેસાડું

અલખ નિરંજન ભેખ ધરું,
પીડા કયાંથી સંતાડું?

....વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment