Friday, 14 July 2017

ગઝલ

*પડદાની વચ્ચે*

મોત  અને   મડદાંની   વચ્ચે,
જંગ  રહ્યો  પડદાની   વચ્ચે.

વીર અડીખમ ઊભો છે જો,
કાયરનાં   ઢગલાની    વચ્ચે.

લોક    ડરે  ના   ચિનગારીથી,
જીવે    છે   ભડકાની   વચ્ચે.

એક  જ  તાલે પાયલ  છમકે,
ફર્ક  નથી   પગલાંની    વચ્ચે.

માણસ આખ્ખો અટવાયો છે,
અફવા   ને   ઘટનાની   વચ્ચે.

યાદ  અને   અરમાનો  લૈ  ને,
જીવું   છું    સપનાંની   વચ્ચે.
 
   *- સંજય બાપોદરિયા 'સંગી'*
     *મોરબી*

No comments:

Post a Comment