Friday, 14 July 2017

ગઝલ

અટવાયા મનખાની વચ્ચે,
જગ દીસે ભ્રમણાની વચ્ચે.

સાર નથી મનવાની વચ્ચે,
હાડ, ચામ લટકાની વચ્ચે.

સત્ય એક સાચુકલું જગમાં,
ઈશ્વર છે  મણકાની વચ્ચે.

રહ્યાં નખ આંગળથી વેગળા,
ક્રૂર સમય રસ્તાની વચ્ચે.

બંધ કવરમાં સરનામું લઈ,
ખૂબ ફર્યા ધખનાની વચ્ચે.

ભરી અજંપો બે ય આંખમાં,
જીવી ગયા અથવાની વચ્ચે.

જિંદગી શું તારું આ ચરિત છે?
રોજ દળે દળણાંની વચ્ચે.
Dt : 12/7/2017     * નિશિ *

No comments:

Post a Comment