ભીતર ભીતર વિસ્તરવાનું કેવું સાલું અઘરું લાગે !
અંદર સઘળું સંઘરવાનું કેવું સાલું અઘરું લાગે !
જબરી-જૂઠ્ઠી દુનિયા સાલી, કેવું જબરું જૂઠ્ઠુ બોલે ?
મૂંગે મોંઢે સાંભળવાનું કેવું સાલું અઘરું લાગે !
પથ્થર જેવા પથ્થર સામે બાથ ભિડાવો, વાંધો ક્યાં છે ?
ફૂલો સામે કરગરવાનું કેવું સાલું અઘરું લાગે !
ઝોળી મારી ખાલી ક્યાં છે ? ભરચક ક્યાં છે ? અધવચ રાખી !
ખોટાં સિક્કે ખણખણવાનું કેવું સાલું અઘરું લાગે !
અંધારુંયે ભીનો ભીનો સાદ કરીને ભરમાવે છે,
કોરી આંખે ભીંજાવાનું કેવું સાલું અઘરું લાગે !
#આલાપ
#CM_Sarkaar
No comments:
Post a Comment