Friday, 14 July 2017

ગઝલ

*ગઝલ*

રસાતળ, ધરાતળ, તળે તળ ફૂટે.
તમે બીજ  વાવો  ને કૂંપળ  ફૂટે !

પ્રથમ આ હ્રદયની ધરા જો તપે,
પછી આંખ અંદરથી વાદળ ફટે.

પરિશ્રમનો  પ્રસ્વેદ જાણે  હશે,
જુઓ પુષ્પને પણ આ ઝાકળ ફૂટે !

સળગતો  ફૂટે કોઈ જ્વાળામુખી,
ઝરણ જન્મતાથી જ ખળખળ ફૂટે.

બધું  ગટગટાવ્યું  હતું  શંકરે,
છતા વિષ ક્યાંથી હળાહળ ફૂટે !

*- સ્નેહલ જોષી*

No comments:

Post a Comment