Friday, 14 July 2017

ગઝલ

પાંખો ઉપર મુકેલો વિશ્વાસ વિસ્તરે છે,
અટકળ પ્રમાણે સહુનુ આકાશ વિસ્તરે છે,

રંગરેજ સાથે નિસબત જો હોય માહ્યલાંને,
ભગવો અતિક્રમીને સંન્યાસ વિસ્તરે છે.

ઉતરાણે કાં ન ઢળતો મારી વ્યથાનો સૂરજ?
શ્વાસોની બાણશૈયા ચોપાસ વિસ્તરે છે.

આંખો મિઁચીને ભીતર ચાલું છું બે'ક ડગલા,
ચોર્યાસી લાખ ઠોકરનો ક્યાસ વિસ્તરે છે.

દ્રષટી,દિશા ને ડગલાં ઉપર મદાર છે,-કે
કોની ડગરમાં કેવો અજવાસ વિસ્તરે છે.

હર્ષા દવે.

No comments:

Post a Comment