Friday, 14 July 2017

ગઝલ

સુકા ઝાડની વરસાદે શાખ મ્હોરી છે
છે દર્દ ને આંસુ છતાં આંખ કોરી છે

થઈ જાય પુરી એકાદ આશ તો સારું
નહીં તો જિંદગીની ટુંકી સાવ દોરી છે

છે સઘળું ઈશ કૃપાથી જો બસ એક
તારા માટે લીધી અમે હાથ ઝોળી છે

સળગે છે લાશ સદાય શમણાંઓની
વગર લાકડે,બસ અંતરે રાખ ફોરી છે

પામવાને તને દિલથી જિંદગીભર માટે
સતીષે ઝખ્મોમાં હાથેથી જાત બોરી છે

                            -  સતીષ સખીયા

No comments:

Post a Comment