Friday, 14 July 2017

ગઝલ

તમારી આંખ મારી વેદના સમજી શકે ક્યાંથી ?
નજરની દુર્દશાને આયના સમજી શકે ક્યાંથી  ?
હું ભોળો છું ભલે ભોળો રહ્યો એમાં તમારે શું ?
મહોબત તોલનારા ભાવના સમજી શકે કયાંથી  ?
સદા અવહેલનાના ઘૂંટ પીધા,હો સભા કે જંગ;
કવચ કુંડળની વ્યથા,યાચના સમજી શકે ક્યાંથી ?
નથી જો સ્થાન મારૂં મંચ પર એની શિકાયત શી ?
મજા ગુમનામની એ નામના સમજી શકે ક્યાંથી ?
ગઝલ છેડી પરંતુ કોઇની પણ દાદ ક્યાં છે 'રાજ '
હકીકતને કદી પણ કલ્પના સમજી શકે કયાંથી ?

-------------
------રાજેન્દ્ર  મહેરા

No comments:

Post a Comment