Friday, 14 July 2017

ગીત

કેશવ ડેરવાળીયા."એકલ" 9574929211
---------------------------------------
મંથન ડીસાકર સર નાં એક ગીતનો ટૂંકા આસ્વાદ રુપે -મારો પ્રતિભાવ...
>>> તરુણીનું ગીત  <<<
એક સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ.
ઝીણું ઝીણું મનમાં થાયે ગજરો નાખે કોક. 
રોજ સવારે દર્પણ સાથે મોઘમ વાતો થાય,
આગળ પાછળ જોતી પોતે અચરજથી શરમાય,
કોણી મારી સખીઓ સાથે કરતી નોકઝોક.
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ.
કલકલ કલકલ ઝરણું જાણે ધીર નદી થઇ જાય,
તરવૈયાની હોડ મચી પણ રાતા જળ વહી જાય,
જાણે કયારે આવે દરિયાને મળવાનો સંજોગ.
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ.
બદલાતી મોસમની ભીની અસર ભીતર વરતાય,
આંખો ચમકે, હૈયું થરકે,  અંગ અંગ લહેરાય,
ભીતર ભીતર ભીંજાતી પણ સમજી શકે ના લોક.
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ.
    ---મંથન ડીસાકર ( સુરત)
અભિનવ સાહિત્ય સભા
       13/07/ 2017

No comments:

Post a Comment