હું મંદિરમાં
મારી બે આંખોની ભેગો
ધીમી ધારે વરસે મેઘો!
સેંથીએ સિંદૂર ભરું શું?
ના તું ને ના તારો સેંથો!
મનને વીંટળાઈ બેઠા છે
ફૂંફાડા દેતા આવેગો!
એના ભેગો હું યે ભાગ્યો
જોયો જ્યાં રસ્તાને રેઢો!
કોઈ થયું ના ચિત પણ જોકે
તું છે ઉપર ને હું હેઠો!
મંજીરાના તાલે ગાતો
મારી સાથે નરસી મેતો!
મંદિર છોડી નાઠો હરિયો #
જેવો હું મંદિર માં પેઠો!
- હરિહર શુક્લ
૧૪-૦૭-૨૦૧૭
# alternate મક્તા:
મંદિર છોડીને હું નાઠો
જ્યાં હરિયો મંદિરમાં પેઠો!
No comments:
Post a Comment