Friday, 14 July 2017

ગઝલ

માણસ
્્્.      ્્્.      ્્્

ડૉ .સત્યમ બારોટ
સુખ ના નામે અટવાયો છે ,.
માણસ છે અફવાની વચ્ચે .

વાતે વાતે લડવા બેસે ,.
માણસ છે હસવાની વચ્ચે .

મારું એ તારું છે ખાલી ,.
વાતો છે કરવાની વચ્ચે .

કોરા વે'વારોમા ફરતા ,.
સંબંધો લડવાની વચ્ચે .

જીવન વેઠોમા ઘેરાયુ ,.
માણસ છે રુપિયાની વચ્ચે .

જીવન આખું ખર્ચી કાઢ્યું ,.
લોકોને છળવાની વચ્ચે .

ઘર પાકું જો ચણવા લાગ્યો,
લાશોના ઢગલાની વચ્ચે .

ભક્તો કેવા ગોથાં ખાતા,.
ઇશ્વરને અલ્લાની વચ્ચે .
ક્યાં શોધે છે અગ્નિ ને તું ,.
એ તો છે ઈર્ષા ની વચ્ચે .

પોતે પોતાને પાડી દે ,.
જીવન છે પડવાની વચ્ચે .

તટ પર હોડી ડૂબી મારી ,.
વિશ્વાસે તરવાની વચ્ચે .

આછું કાચું જીવી લીધું ,.
ખાલી બસ જીવવાની વચ્ચે.
ડૉ .સત્યમ બારોટ
્્્.     ્્્.         ્્્

આછું કાચું જીવી લીધું ,.
ખાલી બસ ભ્રમણાની વચ્ચે.

No comments:

Post a Comment