Friday, 14 July 2017

ગઝલ

ગાલગાગા    ગાલગાગા   ગાલગાગા   ગાલગા

ઝાંઝવાનું  એ     સરોવર આંખ  સામે  હોય છે !
છળ જુઓ કેવું  મનોહર  આંખ સામે  હોય છે ?

ઝાડ ,  પંખી , પાંદડાં  સઘળું    પછી   દેખાયના ,
લક્ષ્ય એવું  જો  બરોબર  આંખ સામે  હોય છે ?

સુત્ર ગણિતનુંએ સ્પર્શે છે સર્વની સાથે આમ તો ,
સૌ પ્રમાણો ને   ગુણોત્તર  આંખ સામે હોય છે ?

શ્વાસ   સાથે   ઉચ્છવાસોનો    ઉડાડે   છેદ  એ ,
કોઇ  જાણે કે     અગોચર  આંખ સામે હોય છે ?

ઝખ્મ  જૂના પણ હજીએ   ક્યાં રૂઝાયા છે  બધા ,
ને     પ્રહારો      ઉત્તરોત્તર  આંખ   સામે હોય છે ?

" વિસ્મય " શૈલેશ ચૌહાણ

No comments:

Post a Comment