તુંવેરી દોહા:
મેઘા પાછળ સૌ મરે, મેઘો પાડે માળ,
વાઢી નાખ્યા વાળ, ઠામ્યા ભૂખ્યા ઠામળા.
વાતો કરતી વાદળી, કાળો કીધો કાળ,
થથર્યો કુદરત થાળ, ઠામ્યા ભૂખ્યા ઠામળા.
આઘુ લાગે આંગણું, બળતણ ગોતે બાળ,
ગારો ભાંડે ગાળ, ઠામ્યા ભૂખ્યા ઠામળા.
તૂટી ફૂટી તાનમાં, જાગે કોઈ જાળ,
ઢૂંઢે સુખનો ઢાળ, ઠામ્યા ભૂખ્યા ઠામળા.
માણસ નામે માકડું, આણે ઇશ પર આળ,
ભૂલો તારી ભાળ, ઠામ્યા ભૂખ્યા ઠામળા.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment