Saturday, 29 July 2017

ગીત

એમ ફૂંકાતો જાય પવન રાનમાં...
શમણાંમાં ધોધમાર વરસી ગયું છે કોઈ,
આવું ના કેમેય હું ભાનમાં....
એમ ફૂંકાતો જાય પવન રાનમાં...

ડૂબવાનું તરવાનું ઝાંઝવાની કાંઠે ને ઉગવાનું પથ્થરની આંખે,
એવો લગાવ કોઈ આપી ગયું કે હું તો મહોરું છું મહુવરની શાખે
મારું ફલાંગ એમ વિસ્તરતી જાઉં હું તો વિહરું છું દરિયાઈ શાનમાં..
એમ ફૂંકાતો જાય પવન રાનમાં..

છલકાતા જોઈ પેલા કૂવા-તળાવ હું તો ભીતર ને ભીતર ઉભરતી,
વગડાઉ સાદ મને તાણી લઈ જાય કોઈ ભેદી અવાજ મહીં ઊડતી
હીજરાતી આંખોમાં ઉગ્યું રે ઝાડ આભ ટોળે વળ્યું છે મારા માનમાં
એમ ફૂંકાતો જાય પવન રાનમાં...

.....વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment