વાવ વીરડો વ્હેણ વાદળ ને પછી શું શું ગયું ?
સીમ શેઢો આભમાં સળ ... ને પછી શું શું ગયું ?
વાદળા ઘેરાય ને વરસે બધું એ ઠીક છે ,
આંખમાંથી સ્વપ્ન કાજળ.. ને પછી શું શું ગયું ?
જાત અહિ અટવાઇ ગઇ છે એ જ મોટી વાત છે ,
એ પછી સઘળી જ અટકળ 'ને પછી શું શું ગયું '
એક તાળો આ પ્રસંગે મેળવી દો તો કહું ,
દીકરી ચાલી'તી આગળ ને પછી શું શું ગયું ?
જીંદગીભર એ વ્યથા પીસતી રહી આઠે પ્રહર ,
સહેજ થઈ ગઈ 'તી ઉતાવળ.. ને પછી શું શું ગયું !
નેહા પુરોહિત
No comments:
Post a Comment