બોલ સખી : ગીત
બાવન બારી બંધ કરીને પૂર્યો હતો મેં વનમાળીને!
બોલ સખી કેમે ય કરીને છટકી ગયો છીંડું ભાળીને!
અણસારો જો આવે આખ્ખું જીવતર એની રાહ જોઉં હું!
આવીને જો નાસી જવાનો હોય તો કોની રાહ જોઉં હું?
બોલ સખી શું કરવાનું આ આંગણ આખ્ખું યે વાળીને?
બોલ સખી ... ...
તોફાની નદીઓનાં પાણી સમાવવા હું સાગર લાવી ...
ફાટેલા વાદળનાં પાણી સંઘરવા બે સરવર લાવી ...
બોલ સખી જળ ખૂબ વહ્યાં તોડીને પાંપણની પાળીને!
બોલ સખી ... ...
બાવન બારી બંધ કરીને પૂર્યો હતો મેં વનમાળીને!
બોલ સખી કેમે ય કરીને છટકી ગયો છીંડું ભાળીને!
- હરિહર શુક્લ
૨૭-૦૭-૨૦૧૭
No comments:
Post a Comment