Friday, 14 July 2017

ગઝલ

*સપનાઓને પાળી બેઠા,*
*પાંપણને પંપાળી બેઠા.*

સાજન તુજને જોવાને તો,
પલકારા સંભાળી બેઠાં.

દિ રાત જ બસ નામ જપુ હું,
માળા તો સંભાળી બેઠાં.

ને'ડો લાગ્યો એવો હૈયે,
સ્પંદન રગરગ ગાળી બેઠાં.

બોલી  તારી મીઠી મીઠી,
મધ વાચામાં ભાળી બેઠાં.

*ક્રિતી*ને લાગે તું  વ્હાલો,
*ખુદમાં તુજને ઢાળી બેઠાં.*

-કીર્તિ રાઠોડ

4.7.17

No comments:

Post a Comment