એ સાંભળને...!!!
જોવુ જ્યારે જ્યારે આકાશ તરફ,
તો તારો જ ચહેરો કેમ દેખાય છે?
ક્ષિતિજની રેખા તરફ નજર કરુ,
તો તારું પ્રતિબિંબ કેમ દેખાય છે?
ધરા ની ધુળ પર જોવુ, તો
તારા જ પગલા કેમ દેખાય છે?
આંખોને જ્યારે બંધ કરુ, તો
પણ તુ જ કેમ દેખાય છે?
ખુલ્લી આંખે ચોતરફ ને ચોખૂણે,
પણ મને તુ જ કેમ દેખાય છે?
રાધા ના કૃષ્ણ માં ને મીરા ના
મુરલીધર માં પણ તુ કેમ દેખાય છે
તુ જ કહે મને, મને હરતરફ તુ તુ
ને બસ તુ જ કેમ દેખાય છે?
ઈશિતા🌹
No comments:
Post a Comment