Monday, 17 July 2017

ગઝલ

કોઈ પલળે તો કોઈ બળે
આ વરસાદ આમજ છળે

કોઈ આ બૂંદોથી બરબાદ
તો કોઈ ભીના આબાદ ફરે

હર ચોમાસે એકલા અમે
એ આશ કે ભીનું કોઈ મળે

સંસ્મરણોના છબછબિયાં
થાય આ ભીની પલકો તળે

વ્હાલની એક વાછટ માટે
તમન્નાઓ મારી ટળવળે

એક"પરમ"વાદળ પાંપણે
"પાગલ"થઈ વરસ્યા કરે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment