Friday, 14 July 2017

ગઝલ

*ફરિયાદ ન કર.........*🍃

આમ  ભીતર   ભીતર   સંવાદ  ન  કર,
બેઠો  રહીને   સમય   બરબાદ  ન   કર,

ભૂલી  જા   ભૂતકાળમાં  જે   થયું   કંઈ
વીતેલા  વખતને   ફરીથી   યાદ  ન  કર,

સંજોગો  વિકટ  આવતાં  રહેતા  દરેકને,
તું  સમયથી  ખોટા  વાદ- વિવાદ  ન  કર,

પોતાના  હશે  તો  કદી આવશે એ  પાછા,
છોડી  ગયાં  હોય  એને   તું   સાદ  ન  કર,

મોજ,  મજા, મસ્તીથી  માણી  લે  *'મનન'*,
જિંદગીથી  રોજ   રોજ   ફરિયાદ  ન  કર.

     -મનન🍃
(મનુ.વી.ઠાકોર)
07-07-2017

No comments:

Post a Comment