Saturday, 29 July 2017

ગઝલ

વરસાદ નું ગીત
્્્્ ્્્ ્્્ ્્

ડૉ .સત્યમ બારોટ

ધાર્યુ છે તે શું લ્યા વરસાદ બોલ ,.
તારા મા અક્કલ છે કે નહીં બોલ .

મરવા લાગ્યા છે આ માણસને ઢોર,.
પંખીઓ માળામાં થઇ ગ્યા છે બોર .

ગાડો થઈ વરસે છે આઠે પહોર,.
દશે દિશાઓમાં તારો છે બોલ .

ડૂબ્યાં છે ગામડા ને ડૂબ્યાં છે મોલ ,.
લોકોનુ શું થાશે તું જ હવે બોલ .

પીવા ન પાણી , ન ખાવા બે કૌર ,.
આવી વનરાજીનુ કરવું શું બોલ .

થઈ ગ્યું બધું તારા ગુસ્સામાં ગોળ ,.
ધરતીની થઈ ગઈ છે પથારીગોળ .

ઝીકે રાખે છે તુ એક જ કોર ,.
દુનિયા આખીને સરખી તું તોલ .

આપેલું જીવન લેવાય બોલ ,.
સૌને આપે છે તું જીવનના કોલ .
ડૉ સત્યમ બારોટ
્્્્ ્્્્ ્્ ્્્

No comments:

Post a Comment