Friday, 14 July 2017

ગઝલ

છોડી આળસની પથારી ટેરવે સૂરજ ઉગ્યો.
અશ્વ રથની લઈ સવારી ટેરવે સૂરજ ઉગ્યો.

ફૂલ સમ કોમળ બનાવા તાપ તડકાને હવે;
ઝાકળોમાં જાત ઠારી ટેરવે સૂરજ ઉગ્યો.

સપ્તરંગોમાં વહેંચાઈ જવા આકાશમાં;
બુંદમાં કિરણ પ્રસારી ટેરવે સૂરજ ઉગ્યો.

ચાલ ધીમી આ સમયની પણ પડે ના એટલે;
આળસોની નથ ઉતારી ટેરવે સૂરજ ઉગ્યો.

શાયરોની મહેફિલોમાં વાહવાહી લૂંટવા;
આ ગઝલ મારી મઠારી ટેરવે સૂરજ ઉગ્યો.
-સર્જક
____________________________
     મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ

No comments:

Post a Comment