તા.૦૪-૦૭-૨૦૧૭
"જયલા"
વરસાદમાં હૃદય આ ભીના થયા બધાયે,
સુક્કા પડેલ ઘાવો લીલા થયા બધાયે.
ઔકાત શું અન્યોની કે છેતરી શકે એ,
આ આપણા હમેશા પીડા થયા બધાયે.
ઝડપી હતી જ રાખી આ ચાલ જિંદગીની,
એક દિ મળ્યું મરણ તો ધીરા થયા બધાયે.
વાંચી ગઝલ અમારી, ગાતા થયા ઘણાયે,
મેં વાંસળી વગાડી, મીરા થયા બધાયે.
ધરતી ઉપર બધાયે "જયલા" સમા હતા જે,
આ પ્રેમના પ્રતાપે દીના થયા બધાયે.
No comments:
Post a Comment