Saturday, 1 July 2017

ગઝલ

જલ્વા બતાવી જાણે સઘળા  શબાબ ના તું,
જાણી હ્રદય ના ભાવો આપે જવાબ ના તું.

તારા મિલનના રંગી સપના સજાવી બેઠા,
રાખે વલણમાં તારા નખરા નવાબના તું.

નવલા અબજ તમાશા જોતી સદા નિગાહો,
આગળ ધરીને રાખે પર્દા હીજાબ ના તું.

છોને ગલે લગાવું રાખું તને હ્રદયમાં,
આપે કરમના બદલે લમ્હા અજાબ ના તું.

તારા વિયોગ માં પણ તારો હબીબ ચાહે,
ભોગે ખુદાઇ તોફા તારા હિસાબના તું.

વેઠે જનમ જનમના રંજો હજાર માસૂમ,
તોયે હુકમ ને માને મનની કીતાબ ના તું.

                 માસૂમ મોડાસવી

No comments:

Post a Comment