*હઝલ*
શરમ બરમને છોડો છોડો,
હા કયો; તો કાઢું વરઘોડો,
રીત, રિવાજો, બંધન જેવી,
ચીની દિવાલ તોડો ફોડો,
કાયા મોટી ભલે રહેતી,
હું યે ચાલું ખોડો ખોડો,
તમે બોય કટ છો ને રાખો!
હું પણ માથે બોડો બોડો,
ચશ્માં હું, તમે બનો દાંડી,
સંબંધ નવા જોડો જોડો,
સ્વીકારો આજે કે કાલે,
વીચારીને થોડો થોડો,
તારા મારા આપણા બની,
ડેડી રમશે ઘોડો ઘોડો,
મારું નક્કી છે આ સપનું,
સ્હેરાનો હું તાણું સોડો,
રહું ભલે કુંવારો આજે,
પૈણું તમને મોડો મોડો.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Saturday, 29 July 2017
હઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment