Saturday, 29 July 2017

ગઝલ

*શ્રાવણ આયો*

શ્રાવણ આયો, શ્રાવણ આયો,
શિવનો મહિમા, શ્રાવણ લાયો.

જ્યારે ડમરું, શિવ શિવ કરતું,
ત્યારે મનડું, શિવ શિવ રટતું.

મંદિર ગુંજ્યાં, તારે નાદે,
ભક્તો ધેલાં,  તુજને પામે.

ઝરમર ઝરમર , વરસે સરવડુ,
ભોળા ભાવે, ભજુ ને નમુ.

પંચામૃતથી કરું અભિષેક,
ભોળાને ભજુ ને રાખું ટેક.

*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*

No comments:

Post a Comment