Friday, 14 July 2017

ગઝલ

એમ  કહે કે મળવા  આવું છું,  જા જુઠ્ઠી!
ભજિયાં પૂરી તળવાં આવું છું, જા જુઠ્ઠી!

કોણીએ તું ગોળ  લગાવીને   કે'તીતી કે,
હું  તારામાં  ભળવા આવું છું,  જા જુઠ્ઠી!

આપે   સરનામું   મંદિરનું   ને  આવે   ના,
કે'તી  રોજે  લળવા  આવું છું,  જા જુઠ્ઠી!

કોઈ  દિવસ  દેખાય  નહીં ને  સફાઈ દેતી,
ત્યાં તો દળણું દળવા આવું છું, જા જુઠ્ઠી!

કોઈક  વખતે  રસ્તામાં મળતી જાતી - ને,
બોલે  તમને  કળવા  આવું છું,  જા જુઠ્ઠી!

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment