Saturday, 29 July 2017

ગીત

ધૂમધૂમ ગાજે છે કાટકાનો નાદ ,.
ધરતીને પાડ્યો છે આકાશે સાદ .

મેઘધનુષના રંગો અપાર ,.
છાપી છે આકાશે શ્વાસોની છાપ .

કાટકા તો ધરતીના દિલનો છે શ્વાસ ,.
ગાજે છે નભના શ્વાસોના ગાન .

ઝરમર ઝરમર વરસે વરસાદ ,.
ઓરાવે ધરતીના આકાશ વાળ .

ચમચમ વિજળી કરે ચમકાર ,.
સેથીમા પૂર્યો છે ઊરનો પ્રકાશ .

લથપથ પલળી ધરતી તૈયાર ,.
લીલા પાલવમાં શોભે છે નાર .

વરસે છે ધરતીને પલળે આકાશ ,.
જનમો જનમના બંધાણા તાર .
્્્્  ્્્
વરસાદી  ગીત
્્્્   ્્્્

ડૉ .સત્યમ બારોટ
્્્્  ્્્્

્્્્.       ્્્્ 
્્્

No comments:

Post a Comment