Saturday, 29 July 2017

ગઝલ

જોને તારી રાળ કબીરા,
પાછળ છે ભરમાળ કબીરા.

નાતો -જાતો નેવે મૂકી,
મનખાને તું ભાળ કબીરા.

જૂઠા વચને બાન્ધી રાખી,
જગમાં તે તો પાળ કબીરા.

વેરણછેરણ આ જીવન ને,
જલદીથી તું વાળ કબીરા.

છોડી જગની જૂઠી ચિંતા,
તારું તું સંભાળ કબીરા.

ધન દોલતના મોહે તું તો,
બન્યો જગનો કાળ કબીરા.

કૈ ના આવે તારી સાથે,
છોડી દે ઝંઝાળ કબીરા.

માટે જલદી ચેતી જાને,
જગમાં તું કંગાળ કબીરા.

જોને લાગી ઝાળ કબીરા,
અંતર મન ખંગાળ કબીરા.

છાયા બારોટ
્્્્   ્્્્  ્્્્

No comments:

Post a Comment