દિલને ક્યાં છોડે નકાબ ઓઢે આ ચહેરા.
હિસાબ કિતાબે નકાબ ઓઢે આ ચહેરા.
બહું ભારે પાડે આ ભાર વેરઝેર કરીને,
સ્વપ્નમાં સરીને નકાબ ઓઢે આ ચહેરા.
ઝુઠ્ઠા સૌ, હિબકા ભરતી લાગણીઓના,
લાભ ખાંટી સંબંધે નકાબ ઓઢે આ ચહેરા.
ઢોંગીનો સુરજ આથમી ઢળી વળશે,
સહું ચહેરે મોહેેરે નકાબ ઓઢે આ ચહેરા.
રુહનો એ ખૂણે ખૂણો જો કિસ્મત શોધે,
સપ્ત રંગી આંખે નકાબ ઓઢે આ ચહેરા.
આરતીસોની રુહાના
No comments:
Post a Comment