Friday, 14 July 2017

ગઝલ

  ગઝલ 💐

ચહેરો તમારો મને તો ગમે છે
  સદાનો સહારો  મને તો ગમે છે
 
  મહેમાનને ઘર  ખુદા જો ગણે છે
  ખુશીથી પધારો મને તો ગમે છે
 
   વિચારો તમારા મને તો મળે છે
   બધા એ કરારો મને તો ગમે છે
 
   ગયાં છે મૂકી એકલો તો મને એ
   એ જીત્યા ને હારો મને તો ગમે છે

   કદી"" શ્વેત "ની યાદ આવે ન આવે
    તમારા   પ્રહારો  મને તો ગમે છે
 
   મેવાડા ભાનુ "શ્વેત

No comments:

Post a Comment