એકાન્ત
મને તો ગમે જ છે
એય પાછું
અરધી રાતનું
એકધારો વહ્યા કરે અંધાર.....
મીઠો મીઠો
મધ્ધમ મધ્ધમ
ને પાછું
તમરાંનુ શ્યામલ સંગીત
આપણે તો ખોડંગાઇએ
પણ એનો લય ના તૂટે
છેક ભીતરથી ફૂટે
તાન પૂરાવે ભેરવ
દૂર દૂરથી ગેબી સ્વરને ઘુંટે ઉલ્લુ
ભોગ બધાય નિર્વસની ગયા હો
માત્ર
ધીમું ધીમું અંધારું ઘુટાય મારામાં
અંધારુને હું
પડછાયોય નહિ
ને
પછી તો......
હુંય શોધતો મને
પણ ત્યાં તો હુંય નહિ
કેટલાં યુગો થયા એ શોધને !
છતાય
મને તો ગમે જ
મારું મધ જેવું અંધારું...
તને ગમે....?
-- ડાૅ.બલભદ્રસિંહ રાઠોડ
9898312323
Tuesday, 29 August 2017
અછાંદસ
Labels:
બલભદ્રસિંહ રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment