Tuesday, 22 August 2017

તરહી ગઝલ

તા.22/08/17 ની તરહી રચનાના ચુનંદા શેરોની સાંઝી ગઝલ
💐💐💐💐💐💐💐

શોધ જમનાજી મહી તું જાતને ,.
કૃષ્ણ થઇ ને આજ વ્હેતું જળ મળે.

શોધ જમનાજી મહી તું શ્વાસને ,.
ગોપ, રાધા, કૃષ્ણ ને ખળખળ મળે .

       -ડૉ . સત્યમબારોટ

કેટલી વિટંબણાઓ સાચવું!
માનવી નામે બધે દળદળ મળે.
== મંથન ડીસાકર

ક્યાંક આગળ ક્યાંક એ પાછળ મળે.
જીંદગીની પીઠ પર કૈં સળ મળે
                 - અદિશ

યારી તડકાની છે એવી કે હવે;
હોય સૂકા ફૂલ ને ઝાકળ મળે
                 - સર્જક

તું રજા પર ઊતરી જા આજથી,
સૂર્ય જો ને પાંદડે ઝાકળ મળે.
અદિશ

શોધ માનવતાની છોડી દો હવે,
જે મળે; એનાં ઉદરમાં વળ મળે.
            - અકલ્પિત

જાત સાથે થઈ શકે સંવાદ જ્યાં
કોઈ એવી મૌન કેરી પળ મળે
             -શબનમ

સાવ શ્રધ્ધાથી  બધું  વેંઢારતી,
એ ગરીબી નૂરથી ઝળહળ મળે!

      --હેમા ઠક્કર "મસ્ત "

ઝાંખી પાંખી કોઈ એવી પળ મળે
હું તરસ ઝંખુ અને એ જળ મળે

        -  ભરત ભટ્ટ

આજ પણ કોઈ મિત્રો એવા મળે
    ખંભે જેના હાંફવાના પળ મળે
         - સતીષ સખીયા

સાચની તાકત હો તારી પાસ તો,
કુદરતી અંદરથી તુજને બળ મળે.
          મિત્ર રાઠોડ

કૈક લખવા જો શબદ મંગળ મળે
ગીત અથવા તો ગઝલનું તળ મળ
                 
- માવજી એમ આહીર ...

હો તવંગર સાવ ઝાંખો, માંદલો
રંક ચ્હેરે તેજનું ઝળહળ મળે
           - ડો જિજ્ઞાસા

હું હરણ છું એટલે એવું થતું -
જેમ દોડુ ઝાંઝવા આગળ મળે
                 - ભરત ભટ્ટ

એમની કાતિલ અદાની વાત હો ,
રેશમી ઝૂલ્ફો તણાં આ વળ મળે.
           -દેવેન્દ્ર ધમલ

એ ભલે કંટક બિછાવે મારગે,
હે પ્રભુ! એને સદા ઝાકળ મળે!
            -ડૉ.જિજ્ઞાસા

સાવ સામે હોય તું  ને હું નમું ,
સાંઇ એવી જીવતી બે પળ મળે.
      -ઉર્વી પંચાલ."ઉરુ"

શબ્દને પણ જીવવાની તક મળે,
જો ગઝલમાં છંદ રૂપી બળ મળે.
              - હ્રદયા

જે સહજ ભાવે જગાડે તે મને,
કલરવી એ સૂરમાં પળપળ મળે.   
                -ઉમેશ જોષી

જીંદગી આખી ગુજારી તુજ વગર,
સંગ તારી એક અંતિમ પળ મળે.
         - વિપુલ બોરીસા

આમ તો પાક્કો ભરોસો છે છતાં ,
હા કે ના માં કેટલી અટકળ મળે.
           દેવેન્દ્ર ધમલ

જીન્દગીને વાંચતા જ્યાં આવડે,
રામનો ત્યાં આખરી કાગળ મળે.
== મંથન ડીસાકર

માર્ગમા એકાદ એવુ સ્થળ મળે
ને ફરી જો જીવવા એ પળ મળે
            -મહેશ ચૌહાણ

ચાલનારું સાથે ના કોઈ મળે,
કોઈ આગળ યા કોઈ પાછળ મળે !
- હેમંત મદ્રાસી

રાહ સૌ વરસાદની જોતાં   ને ત્યાં
જળ વગરનું ખાલીખમ વાદળ મળે !
         - હેમંત મદ્રાસી

કોણ જાણે કેમ આવા છળ મળે?*
*લીમડો જયાં ધારું ત્યાં બાવળ મળે!*
            - જુગલ દરજી

હું લખુ કે તું લખે એકાંતને,
સાવ કોરો  એક બસ કાગળ મળે.
              - શૈલેષ પંડ્યા

ભક્ત શબરી, બોર એંઠા, રામજી,
એ જ શ્રધ્ધા, એ જ આસ્થા બળ મળે !
*** નિશિ ***

વીતતી હો આજ હરપળ પીડમાં,
કાલ સાથે ભીંજવા વાદળ મળે.
            -કીર્તિ રાઠોડ

છાનું કો સ્વપ્ન જરી આંખોમાં મળે
મન પછી આકળવિકળ મળે..
          - માના વ્યાસ

વ્યર્થ છે જ્યાં ત્યાં ભટકવું જીવને,
સત્ય કેરી રાહ કેવા ફળ મળે.

~ પ્રવીણ દૂધરેજિયા
💐💐💐💐💐💐💐
સંકલન
ભરતભાઇ ભટ્ટ 'તરલ' દેવ
💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment