નથી રસ જિંદગીને પણ તમારામાં
મળ્યાં દર્દો વળી પાછા વધારામાં
બધું સૂરજની માફક ઝળહળી જાશે,
તમે નાખોને ઘા ભીતર નગારામાં.
ઝુકાવીને નયન આપી રહ્યાં ઈજન,
નવેસરથી વસી જા આજ મારામાં.
યુગોથી એક ઈચ્છા છે હ્રદયમાં કે,
ભળી જાવું છે મારે એક તારામાં.
તું જ્યાં શોધે છે એ સરનામું ખોટું છે
'અદિશ'ને શોધ ધખધખતા ધખારામાં.
અદિશ
No comments:
Post a Comment