માતાનાં બે મુખડાં થયાં,
ભાઈ ભાઈ આજે ટુકડાં થયાં....
એક બન્યું હિન્દુસ્તાન,
બીજું નામે પાકિસ્તાન,
તોફાનોનાં એવાં પુછડાં થયાં,
ભાઈ ભાઈ આજે ટુકડાં થયાં....
લોહીની તો હોળી થઇ ગઈ,
મઝહબ નામે ટોળી થઇ ગઈ,
વેરી ભાવે જીવોનાં કુચડાં થયાં,
ભાઈ ભાઈ આજે ટુકડાં થયાં....
રેપ થયાં ને ખૂન થયાં,
કેટકેટલાંયે ગૂમ થયાં,
માનવતાનાં જુદાં રૂખડાં થયાં,
ભાઈ ભાઈ આજે ટુકડાં થયાં....
ચપ્પુ અને ખંજર ફર્યાં,
રમતાં ગામો બંજર ઠર્યાં,
ભડકે બળતાં સૌનાં ઝુપડાં થયાં,
ભાઈ ભાઈ આજે ટુકડાં થયાં....
રોતી ભારત માતા બોલી,
શાંતી સંદેશથી ભરો ઝોલી,
હિન્દી-ઉર્દુ બોલતાં કુકડાં થયાં,
ભાઈ ભાઈ આજે ટુકડાં થયાં...
માતાનાં બે ટુકડાં થયાં,
ભાઈ ભાઈ આજે ટુકડાં થયાં....
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Monday, 14 August 2017
ગીત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment