વહી ગયો છે કાળ જાણું
તોય છોડે કયાં પીછો જાણું.
થાય હાથ કાળા ધોવાય ખરા
અંતરે ડાઘ રહે કાયમ જાણું.
ભીતર સળગશે લાગ્યું ખરુ
બળતણ ખુદથી પુરૂ પડાયું જાણું.
સ્મશાન થશે હવે આ જીંદગી
ભૂતકાળના મડદા હજી પડ્યા જાણું.
આ જીવતર નાટક તો ભજવવું પડે
જીવંત અને જીવાયેલુ પણ જાણું.
કરે લાખ કોશિશ "નીલ " જીવવા આજમાં
પણ કાલ એની ખૂબ ખોતરે જ જાણું.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
No comments:
Post a Comment