Tuesday, 7 November 2017

હઝલ

*હઝલ*

ટકલું    ચમકે     ચંદા   જેવું,
મોઢું    એનું     વંદા     જેવું,

વાંકું     ચૂંકું     મોઢું    કરતો,
કુલભૂષણ   ખરબંદા    જેવું,

ગળે    રૂમાલ  લાગે   જાણે,
ફાંસીનાં    હો     ફંદા   જેવું,

વલણમાં તો   ઘમંડ છલકતું,
રણજિતનાં   કો'  બંદા જેવું,

પરસેવામાં    મ્હેકે     તનથી,
ધારાવીમાં      ગંદા      જેવું.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment