સંતાપોનાં કારણ છે શું!
ભીતર ચાલી ચણભણ છે શું?
માણસ હારે એકજ વાતે
દુઃખોના નિવારણ છે શું?
સંબંધોની આગળ-પાછળ
જીવતરના સહુ તારણ છે શું?
જાતે પડીએ જાતે ઉઠીએ
બીજી હૈયાધારણ છે શું?
માયાની મોહક જંજાળે
જે પાળ્યું એ ભારણ છે શું?
એકજ માટી એક જ ચાકે
વિધવિધ આ આકારણ છે શું?
કોની પીડા વેઠી જીવે?
અપેક્ષાના તારણ છે શું?
....ફાલ્ગુની
No comments:
Post a Comment