Tuesday, 7 November 2017

ગીત

હરિનું  નામ તું લઈ લે
મન હળવું તું કરી લે
 હરિનું નામ તું લઈ લે

નાવ તારી ડૂબશે નહિ
કાળ તને ખાશે નહિ
રગે રગમાં સ્મરણ તું ભરી લે
હરિનું નામ તું લઈ લે

નથી એવું ,સંસારમાં કઈ નથી
છે પ્રેમ ભાવના અસાર જેવું કઈ નથી
હરિ હરિ સમયસર તું ભજી લે
હરિનું નામ તું લઈ લે ...

અંશ " તારા ચરણની રજ છે
મારી છાતી ફૂલી ગદગદ છે
જીવન તનમન તરબોળ કરી લે
હરિનું નામ તું લઈ લે ....

હરિનું નામ તું લઈ લે
મન હળવું તું કરી લે .....

અંશ ખીંમતવી

No comments:

Post a Comment