Tuesday, 7 November 2017

ગઝલ

પથ્થરમાં ઈશ્વરને ધારી જોયો.... પણ....
કાબે જઈ પથ્થર મારી જોયો... પણ...

ખાંભી, દેરી જોઈ મસ્તક જુકાવે ,
માણસ એવો સંસ્કારી જોયો... પણ..

સીતાની આંખે અશ્રુ દરિયા જોઈ,
મનના રાવણને ધુત્કારી જોયો... પણ...

જ્ઞાતિ, જાતિના આ દાવાનળ માંથી,
બળબળતા જણને મે ઠારી જોયો... પણ...

કાયમ ભારત મા નાં ચીરહરણ કરતા,
દાનવ દુ:શાસનને વારી જોયો... પણ...

ભીતરના અજવાળા જોવા મે આજે,
દર્પણથી ખુદને ઉતારી જોયો... પણ...........

શૈલેષ પંડ્યા......... નિશેષ

No comments:

Post a Comment