Tuesday, 8 August 2017

ગઝલ

7.8.17

સુતરના તાંતણે મેં બાંધ્યો વીરા તને,
આંચ કોઈથી કદી ન આવે વીરા તને,

એકમેક સંગ સંગ કેવાં રમતાં આપણે,
મારી આંખો બહુ  શોધે આજે વીરા તને.

કોડી ને કૂકા ,ગિલ્લી ડંડા ને લખોટીઓ,
બેટ ને બોલ તો જોને સ્મરતાં વીરા તને.

નટખટ તોફાનો તો કેવાં કરતાં આપણે,
માની વઢથી હંમેશ હું બચાવતી વીરા તને.

એક થાળીમાં જ ભોજન જમતાં આપણે,
આજ આંગણું તો જો સાદ પાડે વીરા તને.

સાત સમંદર ને પાર તું તો વસ્યો છે હવે,
મારું હૈયું ધબકાર સમ ખોજે વીરા તને.

ઈશ પાસે એક જ અરજ કરે બહેના,
પ્રગતિ ને યશ જીવનમાં મળે વીરા તને.

-કીર્તિ રાઠોડ *ક્રિતી*

No comments:

Post a Comment