ગઝલ
=======
રાખુડી રેતને કો' કળી નથી,
ધાર એ પથ્થરોની વળી નથી.
પ્રિયજનના અભરખા ગરીબને,
જોડણી એકમાં બે ભળી નથી.
હું મહેનત કરી જાણું તોય પણ,
કાયમી નોકરીની નળી નથી.
ભીનું છે આંગણું બળેવનો દિવસ,
પુણ્ય સમ બેન અમને મળી નથી.
પૂર્ણ તારી નથી આશ એકપણ,
આખડી "પિયુ" તને જો ફળી નથી.
_
_______પિયુ પાલનપુરી (નરોત્તમ)
No comments:
Post a Comment