"ભઈલું"..
એ પ્રથમ શબ્દે
બેનીનો ભાઈ ઘણો
હરખાયો,
અંતે એને મળી ગયો
માવતરનો પડછાયો.
આખો દિવસ ભાઈના મોં
પર સ્મિત રહ્યું.
"સાંભળ્યું.. મારી બેનીએ મને
ભઈલું કહ્યું."
રાખડીનો દોરો
નાજુક ને પાતળો,
બંધાવવા થયો બેબાકળો.
આજે એને મળ્યો,
એના પુણ્યનો કોથળો
નાજુક નમણા બેનીના આંગળા
દુનિયાના સ્પર્શ એની પાસે પાંગળા.
પછી તો..
એની આંખડી હર્ષથી રડી
જ્યારે બેની એના પગે પડી..
બસ એ હતી પ્રીતની ઘડી...
-ઝીલ ગઢવી
No comments:
Post a Comment