🔹🔸 *ગઝલ*🔸🔹
હું જે ધારું કોઈ દી એ થાય ના?
દુઃખ ચારેકોરથી વહેરાય ના ?
દમ હજી દરિયામાં ક્યાં છે એટલો!
તું ડુબાડી દે તો કંઈ કે'વાય ના.
લાગણી ઉપર પછી રોલર ફરે,
વાત ડામર જેમ બધે પથરાય ના.
કેટલાં સાચા છે એ હમણાં ખબર,
આયનાની સામે રાખો આયના.
બૂટની દોરીની જેમજ જિંદગી,
એક ગાંઠે કોઈ દી બંધાય ના.
- *જુગલ દરજી 'માસ્તર'*
No comments:
Post a Comment