Sunday, 1 January 2017

અછાંદસ

* સ્ત્રી *

બિંદુ - રેખા - ત્રિજ્યા - વ્યાસ અને પરિઘ
બિંદુનો ગોળાકાર પ્રવાસ.
નિશ દિન એ ની એ જ ગોળ ગોળ ફુન્દરડી..
એ જ  પરિચીત રસ્તો, એ જ પરિચીત ગલીઓ.
લપસણી - રંગીન દીવાલોમાં કાયમનો અફ્ડાટ.
કદાચ,
કાયમી મારથી ટેવાઈ જવાયેલું
એટલે બહુ તકલીફ નહતી થતી.
પરિઘની સીમાઓનો અજાણપણે સહર્ષ સ્વીકાર થઇ ગયેલો.
પ્રામાણિક ગતિ - જવાબદાર સફર
છતાં
મંઝીલ મૃગજળ !
હર્ષની રંગોળીમાં નીરાશાની છાંટ જ વર્તાતી !
બિંદુ સતત વિચારોમાં,
ક્યાંક પોતાની ગતિ ખોટી તો નથી ને ?
કોઈ રેખા ક્યાંક ખોટી ખેંચાઈ ગઈ હોય એવું પણ બની શકે..
ને બિંદુએ પરિઘની સ્વીકારી લીધેલી મર્યાદા ઉલ્લંઘી લીધી !
- સ્નેહા પટેલ.
'અક્ષિતારક'પુસ્તક - પાના નંબર - 120

No comments:

Post a Comment